Share

Morbi YMHT Center Opening

 

                તારીખ ૨૯/૯/૨૦૧૩નાં રોજ YMHT boys નું મોરબી ખાતે ખુબજ ઉત્સાહ પુર્વક ઓપનીંગ કરવામાં આવ્યું.આ પ્રસંગે અડાલજ થી આપ્તપુત્ર હિતેશભાઇ મહાજન , ત્રણ YMHT કોર્ડીનેટર અને રાજકોટ સેંટરનાં YMHT નાં બે કોર્ડીનેટર પણ હાજર રહ્યા હતા. YMHT ઓપનીંગ પ્રોગ્રામને લઈને મોરબીનાં બધા મહાત્માઓ, YMHTIANs, YMHT કોર્ડીનેટર અને મોરબી સેંટર કોર્ડીનેટર ખુબજ ઉત્સાહમાં હતા. જેથી YMHTIANs અને કોર્ડીનેટરોએ  સત્સંગહોલ સુંદર શણગાર્યો હતો.આ પ્રસંગને મોરબીનાં ૨૨૫ થી ૨૫૦ જેટલા મહાત્માઓ સત્સંગ હોલમાં હાજર રહ્યા હતાં.વધારે મહાત્માઓ હોવાથી કેટલાક મહાત્માઓ સત્સંગ હોલની બહાર ઉભા રહીને આનંદ લેતા હતા.

               તારીખ ૨૯/૯/૨૦૧૩નાં રોજ બપોરે ૩:૩૦વાગે બધા મહાત્માઓ હોલમાં આવી ગયા હતા. આપ્તપુત્ર હિતેશભાઇએ ૪:૦૦વાગે રીબીન કાપીને કાર્યક્રમની શરુઆત કરી હતી. આ પ્રસંગે અવચરભાઇ ,જીવરાજભાઇ, શ્યામજીભાઇ,કે શુભાઇ,બાપોલીયાભાઇ,બધા YMHT Boys, YMHT કોર્ડીનેટર હાજર રહ્યા હતા. ત્યારબાદ બધા સાથે મળીને દીપ પ્રાગટ્ય કર્યુ હતું.

               કાર્યક્રમની શરુઆતમાં અવચરભાઇએ સૌ મહાત્માઓ અને YMHTIAN ને દાદાનાં જગત કલ્યાણનાં પ્રોજેક્ટમાં જોડાઇ જવા માટે હાકલ કરી હતી.તેમણે સમજાવ્યુ હતું કે GNCનાં માધ્યમથી બાળકો અને કોર્ડીનેટર બન્નેનો વિકાસ થાય છે. ત્યારબાદ આપ્તપુત્ર હિતેશભાઇએ પુજ્ય નીરુમાં સાથેનો પ્રસંગ કહ્યો હતો કે જે પ્રસંગ ને કારણે તેઓ હંમેશ માટે કુસંગથી કેવી રીતે બચી ગયા. આ પ્રસંગ ઉપરથી તેમણે બધા મહાત્માઓને સમજવ્યુ હતું કે કેવી રીતે આ યુવાનીનાં સમયમાં બાળકોને YMHT તેમજ દાદાના સત્સંગ નાં વાતાવરણમાં રાખીને કુસંગથી બચાવી શકાય. ત્યારબાદ નીરુમા નો વિડીયો ,પુજ્યશ્રીનો GNC ઓપનીંગનો વિડીયો જોઈ ને બધા મહાત્માઓએ આનંદ માણ્યો હતો.

               મોરબી YMHTનાં કોર્ડીનેટર અમરભાઇએ YMHTમાં જોડાયા બાદ બાળકોમાં કેવો ફેરફાર થાય છે જે  માહિતી સુરત અને વડોદરાનાં YMHTIAN નાં જીવનવ્યવહારનાં સાચા ઉદાહરણો આપી સમજણ આપી હતી. બીજા મોરબી YMHTનાં કોર્ડીનેટર અનિલભાઇએ નાની વાર્તા કહીને સમતામાં કેવી રીતે રહેવાય તેનું ઉદહરણ પુરુ પાડ્યું હતુ. મોરબીનાં YMHTIAN અભિષેકે પોતાને દાદાનું જ્ઞાન પરીક્ષા વખતે કેવી રીતે મદદરુપ થયું તે જણાવ્યું હતુ. રાજકોટનાં કોર્ડીનેટર ભાઇઓએ મોરબી YMHT ઓપનીંગથી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે મોરબીનાં આજુબાજુનાં ગામમાં રહેતાં યુવાનોને YMHTમાં જોડાવા માટે હાકલ કરી હતી.તેમણે રાજકોટ સેંટરનો અનુભવ કહીને મોરબી YMHT કોર્ડીનેટરોને તમામ પ્રકારની મદદ માટે ખાતરી આપી હતી.

 છેલ્લે બધા આનંદથી ગરમ ગરમ સમોસાનો નાસ્તો લઈને છુટા પડ્યા હતા.