Share
પોઝીટીવ BACK

આપણને બધાંને, સારી ભાવના સહિત, ઉત્તમ સલાહ મળી છે, “પોઝિટિવ રહો, સકારાત્મક રહો.” પરીક્ષામાં ઓછા ટકા આવ્યા, પોઝિટિવ રહો; નોકરી જતી રહી, પોઝિટિવ રહો, જેટલી મોટી તકલીફ, એટલું “અડધો ભરેલો પ્યાલો” એવું ડહાપણ તો વધારે અવાસ્તવિક લાગે. આવી પરિસ્થિતિમાં, નકારાત્મકતા (નેગેટિવીટી) આપણી ઉપર સવાર ન થઈ જાય, એવી આવડત આપોઆપ નથી આવતી. આ ગુણ ધૈર્યથી વિકસાવવો પડે છે. આપણી પાસે નીરુમાનું ઉત્તમ ઉદાહરણ છે. એમણે ક્યારેય આશા નો’તી છોડી અને અવાસ્તવિક સંજોગોમાં પણ દાદાના જગત કલ્યાણના મિશન માટે પોઝિટિવ હતાં. જીવન ચગડોળ જેવું છે. એમાં હંમેશા સારું જ બનશે એવી આપણે આશા ન રાખી શકીએ. જીવનમાં વિઘ્નો તો આવશે જ અને આપણને દુ:ખ પણ થશે. પરંતુ જો આપણે આપણી શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં રાખી સકારાત્મક વલણનું અજવાળું અપનાવીશું, તો સૌથી વિકટ સંજોગોમાંથી પણ ડગ્યાં વગર પસાર થઈ શકીશું. દાદાશ્રી કહેતા, કે જીવનમાં પડતી મુશ્કેલીઓથી મનુષ્ય ચોખ્ખો બને છે. ભગવાન મહાવીરે એમનાં શિષ્યોને શીખવાડ્યું હતું કે, તેઓ ભિક્ષા લેવા બહાર જાય અને કોઈ લોકો લાકડીથી મારે, તો વિચારવું કે, “આ લોકો ખાલી લાકડીથી જ મારે છે, હાથ તો નથી કાપી નાખતાને!” હાથ કાપી કાઢે તો વિચારવું, “બીજો હાથ તો સલામત છે ને!” આ ઊંચામાં ઊંચી પોઝિટિવીટી છે, કે ગમે તેવાં કપરાં સંજોગોમાં પણ પોઝિટિવ શોધી કાઢવું. શું આપણે આનો જીવનના દસમાં ભાગમાં પણ ઉપયોગ કરીએ છીએ. જો પોઝિટિવીટી ચેપી રોગની જેમ ફેલાતી હોત તો, આપણે કોઈ જુદી જ દુનિયામાં જીવતા હોત. આ અંકમાંથી તમને નેગેટિવીટીને ઉખાડી, એની જગ્યા એ પોઝિટિવીટીને સ્થાપવાની પ્રેરણા મળે એ જ આશા.