Share
શંકા BACK

આપણા સહુમાં એક વસ્તુ સમાન છે કે, આપણે કોઈ નજીવી બાબત માટે ડરતાં હોઈએ છીએ કે ટેન્શન (તણાવ)માં આવી જઈએ છીએ. પછી, અચાનક આપણને સમજાય છે કે આના વિષે તો વિચારવાની પણ જરૂર ન હતી અને એમાંય, આ આટલી તકલીફની શરૂઆત એક સાવ નાની બાબતથી થાય છે - શંકા. શું હું પરીક્ષામાં પાસ થઈશ કે મને નોકરી મળશે કે મારી દિકરીનું કોઈની જોડે લફરું હશે તો શું થશે? વગેરે. એવી કોઈ વસ્તુ છે કે જેના વિષે આપણે શંકા નથી કરતાં કે જેનાથી આપણે નથી ડરતાં? આ બતાવે છે કે આપણે જે મઝા અને આનદમાં રહેવાનું હતું એને આપણે કેટલું પાછળ છોડી આવ્યા? સમસ્યામાં અટવાયેલી વ્યક્તિની લાક્ષણિકતા એ છે કે એને બધી જ વસ્તુઓ વિષે શંકા ઊભી થાય છે અને એનાથી ડર લાગે છે. દાદાશ્રી કહેતાં, “શંકા અને ડર, કૉઝ (કારણ) અને ઈફેક્ટ (અસર) જેવાં છે. શંકાના એક નાના બીજમાંથી આખું જંગલ ઊભું થઈ જાય છે. ક્યારેક તમારા (મન)માં શંકાશીલ વિચાર ઉદભવે અને થોડાંક સમય સુધી ચાલે, તો એ સામી વ્યક્તિ સુધી પહોંચી જાય છે અને એનો વ્યાપ વધતો જાય છે.” કોઈ વ્યકિત કે વસ્તુ વિષે શંકા કરતાં પહેલાં આપણે આવું ક્યારેક વિચાર્યું ન હતું. આ અંકનો વિષય એ જ છે કે, શંકા ન કરવી એ કેમ યોગ્ય છે અને એવી કરવાના રસ્તાઓ ક્યા છે. આશા છે કે આ અંક તમારા જીવનને વધારે સારું અને સુખમય બનાવવામાં મદદ કરશે!