Share
શુધ્ધ પ્રેમ BACK

મિત્રો, આપણામાંથી કોઈ ‘પ્રેમ’ શબ્દથી અજાણ નથી. કયાંક ને ક્યાંક કોઈ પણ રીતે બધાં જ પ્રેમની શોધમાં છે. અને પ્રેમની વ્યાખ્યા દરેક વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી રહે છે બાળકને પૂછો તો પોતાના માતા-પિતા પાસેથી ચોકલેટ મળવી, તે તેના માટે માતા-પિતાનો પ્રેમ છે. એક પરિણીત મહિલા ઈચ્છશે કે તેનો પતિ તેને સારી રીતે સમજે અને તે જ તેના માટે તેના પતિનો પ્રેમ છે, જયારે એક ઘરડા માણસને ગમશે કે તેની સાથે કોઈ સમય વિતાવે. આમ, જુદા જુદા દાખલાઓમાં પ્રેમના જુદા જુદા અર્થ નીકળશે. માતાનો પ્રેમ પત્નીના પ્રેમથી જુદો હશે અને પત્નીના પ્રેમ કરતાં ખોરાક પ્રત્યેનો પ્રેમ જુદો હશે. મોટે ભાગે શુદ્ધ પ્રેમની આ ખોજ દરમિયાન આપણે ઘણી વ્યક્તિઓને દુ:ખ પહોંચાડી દઈએ છીએ, આપણું પતન થાય છે અને આપણે ખોવાઈ જઈએ છીએ અને છતાં દુર્ભાગ્યે આપણે પ્રેમની ખોજ નથી કરી શકતાં... પરંતુ, શું આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે? નીરુમા કહેતા કે અત્યારના સમયમાં સાચો પ્રેમ ભાગ્યે જ હોય છે. એ ક્યારેય કાયમી હોય નહીં અને જયારે વ્યક્તિને એમાં નિષ્ફળતા મળે ત્યારે તે ખોટની ભરપાઈ કરવી બહુ મુશ્કેલ થઈ પડે છે. ચાલો, આપણે આ અંકમાં પ્રેમને દાદાજીની દ્રષ્ટિથી જોઈએ અને સર્વત્ર પ્રેમ ફેલાવતાં શીખીએ...