Share
કમિટમેન્ટ BACK

પ્રતિબદ્ધતા એટલે આપણે સૌથી વધારે જેમાં માનતા હોઈએ તેને સમર્પિત થવું અને એ માટે આપણા આશય, શબ્દો અને ક્રિયા ત્રણેય સંકળાઈને કાર્ય કરે તો જ આપણે જોઈતું પરિણામ મેળવી શકીએ છીએ. જો આપણે આપણા ધ્યેયને સમર્પિત થઇ જઈએ, તો આપણે જે ઇચ્છીએ તેનું સર્જન કરી શકીએ. આ આપણા જીવનનું એવું નોંધપાત્ર પાસું છે, જેને આપણે અવગણી શકીએ નહીં. પણ આ સાથે ઘણાં પ્રશ્નો ઊભા થઈ શકે જેવા કે, આપણે શેના માટે પ્રતિબદ્ધ છીએ? શું આપણે આપણા ધ્યેયને સંપૂર્ણ સમર્પિત છીએ? અને એ માટે આપણે જે માર્ગ અપનાવ્યો છે શું એ યોગ્ય છે? અને એ માર્ગ સિવાય બીજા વિકલ્પો પણ હોઈ શકે? બીજા દ્રષ્ટિકોણ પણ હોઈ શકે? ઉપરોક્ત દરેક પ્રશ્નોના જવાબ આ અંકના દરેક લેખમાં વણી લેવામાં આવ્યા છે જે પ્રતિબદ્ધતાના માર્ગમાં મદદરૂપ થાય એવી આશા સાથે...