Share
મોતની મિલ BACK

જાણતા કે અજાણતા, દરેક જીવ હંમેશાં સુખની શોધમાં હોય છે. આપણા આખા જીવનનો પુરુષાર્થ માત્ર એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે હોય છે: સુખી થવુ. એમાં કંઇ ખોટુ ય નથી. પણ, આપણામાથી કેટલા ખરેખર સુખી છે? સુખની આ શોધ, શુ આપણે સાચી દિશામાં કરી રહ્યા છીએ? આજના દિવસોમા, આપણે જોઈએ છીએ કે ઘણા યુવાનો માત્ર મજા ખાતર અને ઘણા યુવાનો કહેવાતી તાણમાં રાહત માટે ધૂમ્રપાન કે તમાકુ ચાવવામાં કે દારૂ પીવામાં રત/વ્યસ્ત છે, ભવિષ્યમાં તેને કે તેણીને આના કેવા માઠા પરિણામો ભોગવવા પડશે તેની પરવા કર્યા વગર. આ યુવાનોને શરૂઆતમાં એનુ ભાન હોતુ નથી કે જે માર્ગે તેઓ જઈ રહ્યા છે તે રસ્તેથી પાછુ ફરવુ પાછળથી કેટલુ મુશ્કેલ થશે. મુશ્કેલી એ છે કે, જ્યાં સુધી તેઓ વ્યસની ન થઇ જાય ત્યાં સુધી તેઓ કંઈ સમજતા નથી કે કોઈની વાત સભાળવા તૈયાર હોતા નથી. સમય જતા તેમને આ સત્ય સમજાય છે, પણ ત્યારે ઘણું મોડુ થઇ ચૂકંયુ હોય છે. વ્યસનના સૌથી માઠા પરિણામો સામાજિક, ભાવનાત્મક અને નાણાકીય હોય છે. ક્યારેક વ્યસની પોતાની તલપ પૂરી કરવા કોઈની પાસેથી μધાર માગે છે, ભીખ માગે છે કે અરે! ચોરી પણ કરે છે. એમાં કોઈ આશ્ચર્ય કરવા જેવુ નથી કે તેમનુ કયાય કંઈ માન હોતુ નથી. તે જ્યાં માને છે કે, આ વસ્તુઓ તેને સુખ આપશે, તે જ વસ્તુઓ તેના દુ:ખ અને ગુલામીનુ મુખ્ય કારણ બની જાય છે. આઝાદી, આપણે સહુ આ શબ્દનો અર્થ જાણીએ છીએ. અને આપણે સહુ આપણા જીવનમાં આઝાદી ઈચ્છીએ છીએ. આપણે સુખી થવા માટે, આઝાદીને સહુથી જરૂરી લક્ષણ ગણીએ છીએ. પરતુ આપણને દુ:ખ થાય છે, જયારે આપણા કોઈ મિત્રો, પોતાની આઝાદીના ભોગે સુખ મેળવવાની કોશિશ કરતાં હોય છે. કોઈ ગુલામ બની, કઈ રીતે સુખી થઇ શકે? આ થોડી અલગ પ્રકારની ગુલામી છે. મિત્રો, આપણને તેમની પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. આ માસનુ અક્રમ યુથ આપણા એવા મિત્રોને સમર્પણ કરીએ, જેઓને એવી મૂર્ખામી ભરી માન્યતા છે કે, ધૂમ્રપાન, તમાકુ અને દારૂ, મોબાઈલ ગેમ રમવી કે આવા જ પ્રકારની અન્ય વસ્તુઓ તેમને સુખ આપશે. આ (વ્યસન) આપણા કે આપણા પ્રિયજનોના જીવનને બરબાદ કરી દે છે. નીચેના પૃષ્ઠોમાં (પેજીસમા), આપણે આ સામાજિક દૂષણ વિષે માત્ર વિગતે ચર્ચા જ નહિ કરીએ, પણ સાથે સાથે વ્યસન નામની આ ગુલામીની બેડીઓમાથી મુક્ત થઇને ફરી આઝાદ અને સુખી કઈ રીતે થવાય તે માટેની દાદાશ્રીની સાચી સમજણ પણ મેળવશુ. આશા રાખુ છુ કે આ અક એવા દરેક તરવરિયા યુવાનો માટે માર્ગદર્શક શક્તિસ્રોત બનશે જેઓ આ જોખમમાથી બહાર નીકળી, સાચા માર્ગે પાછા ફરવા માગે છે. માનવજીવન અમૂલ્ય છે; ચાલો તેનો મહત્તમ સદુપયોગ કરીએ. - ડિમ્પલ મહેતા