Share
ધ ઇફેક્ટ ઓફ વર્ડસ BACK

આપણે કેવું બોલીએ છીએ? કેટલા શબ્દ બોલીએ છીએ? આપણી બોલવાની શૈલી કેવી છે? આપણા વ્યક્તિત્વમાં વાણી ઘણો મોટો ભાગ ભજવે છે. સવારે જાગ્યા ત્યાંથી સૂતા સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકનો ચાલતો જ હોય છે! મનુષ્યજીવનમાં વાણી આવ્યે પંદરેક હજાર વર્ષ થયાં! શબ્દોથી તો આપણે જગત જીતી શકીએ અને શબ્દોથી આપણે મિત્રને દુશ્મન અને દુશ્મનને મિત્ર બનાવી શકીએ છીએ. જીવનમાં સફળતા મેળવવી હોય તો એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આપણે જે બોલીએ છીએ તેનાથી દુનિયા આપણને જુએ છે. આપણે જે કર્મ કરીએ છીએ તેનાથી દુનિયા આપણને માપે છે. વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે. કડવો યા તો મીઠો! મીઠો તો હોંશે હોંશે ઊતરી જાય પણ કડવો ગળે ન ઊતરે! કડવા-મીઠા બન્નેમાં સમભાવ રહે, બેઉ સરખી જ રીતે ઊતરી જાય એની સમજ જ્ઞાનીઓ આપતા હોય છે! આ કાળને આધીન વાણીના સિદ્ધાંતોને લગતા તમામ ફોડ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપ્યા છે જે આપણે આ અંકમાં વિસ્તારપૂર્વક સમજીશું.