Share
ભારતીય સંસ્કૃતિ ભાગ-૧ BACK

જય સચ્ચિદાનદ! હિન્દુસ્તાન પોતાની અઢળક કુદરતી સપત્તિ, લોકોની વૈવિધ્યપૂર્ણ સસ્કૃતિ અને ખાસ કરીને એમની ઊંડી આધ્યાત્મિક જાગૃતિ માટે પ્રખ્યાત છે. દાદાશ્રીએ કહ્યુ છે કે, નજીકના ભવિષ્યમાં પરદેશના લોકો હિન્દુસ્તાનને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે સ્વીકારશે અને અહીં ધર્મ શીખવા આવશે. ભારત આખી દુનિયાનુ આધ્યાત્મિક અને સાસ્કૃતિક કેન્દ્ર બનશે. દાદાશ્રી એમ પણ કહે છે કે, પાશ્ચાત્ય દેશો ભૌતિક અને આર્થિક રીતે વિકસિત છે પરતુ આધ્યાત્મિક ક્ષેત્રે ઓછા વિકસેલા છે, જયારે ભારત આધ્યાત્મિક ક્ષેત્રમાં પૂર્ણત: વિકસિત છે પણ ભૌતિક અને આર્થિક રીતે ઓછો વિકસિત છે. આમ, આધ્યાત્મિક અને સાસ્કૃતિક વિકાસ ભારતની વિશેષતા છે. ભારતીય μપ-ખડમાં આધ્યાત્મિક વિકાસ પામેલાઓનો જન્મ થાય છે. અહીં જન્મેલી વ્યક્તિઓને પુનર્જન્મ, કર્મનો સિદ્ધાત અને એવી બીજી બાબતો પર વિશ્વાસ હોય છે. અહીંના લોકોને સસ્કાર અને કર્મ બધનમાં દ્રઢ વિશ્વાસ વારસામાં મળ્યા છે. ચાલો તો, આ અકમાં ભારતના લોકોની આધ્યાત્મિક સમજ અને સસ્કૃતિ, જે બીજાઓને આકર્ષે છે, તેને સમજીએ. એક આધ્યાત્મિક ડૂબકી ખાઈને ભારતને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ભારતીય સસ્કૃતિની ગહનતાનો એક અકમાં સમાવેશ કરવો શક્ય નથી એટલે આપણે એને માટે બે અક ફાળવ્યા છે, ખુશીથી વાચન માણો.