Share
અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પ્યોરીટી BACK

જગત આખુ પ્યોરીટીને શોધે છે. દરેકને વસ્તુઓ, વ્યક્તિઓ, ખાદ્ય પદાર્થો, જળ અને હવા સુધી બધુ પ્યોર જ જોઈએ છે. અશુદ્ધિની પસદગી કોઈ કરતુ જ નથી. પરતુ, આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણે કેટલા પ્યોર છીએ? આપણને જીવન વ્યવહારમાં ધર્મ કે અધ્યાત્મમાં આગળ વધવા માટે પ્યોરીટીની કેટલી આવશ્યકતા છે? દાદાશ્રીની દ્રષ્ટિએ રોજિદા જીવનમાં લક્ષ્મી, માન અને વિષયની પ્યોરીટીને પ્રાધાન્ય મળ્યુ છે. દાદાશ્રીના જીવનમાં પ્યોરીટીના સિદ્ધાતો એવા સકળાયેલા હતા કે તે ઓએ ધર્મમાં, વેપારમાં ગૃહસ્થજીવનમા, લક્ષ્મી-વિષય-માન સબધી જાતે ચોખ્ખા રહી જગતને આદર્શ વ્યવહાર દેખાડ્યો. દાદાશ્રી કહેતાં કે પોતે જો વ્યવહારમાં ચોખ્ખો હોય, જ્યાં વિષય-કષાય સબધી વિચારેય ન હોય અને સપૂર્ણ ભીખ જાય પછી જ તેને જગત વાસ્તવિક સ્વરૂપે સમજાય. પણ, અત્યારે કાળ એવો છે કે જ્યાં મન-વચન-કાયાની એકતા નથી ત્યા, પ્યોર થવાની ભાવના હોવા છતા, પ્યોરીટી રહી શકતી નથી. આથી દાદાશ્રીએ કહ્યુ છે, “આ દુનિયામાં જેટલી પ્યોરીટી તમારી એટલી દુનિયા તમારી!” તો ચાલો, આપણે પણ દાદાશ્રીના આ આશયને સમજીને આપણા જીવનને પ્યોર બનાવવા તરફ પ્રયાણ કરીએ.