Share
બનો શાકાહારી BACK

‘હુ કોણ છુ’ અને ‘આ જગતને ખરેખર કોણ ચલાવે છે’ એ જાણવુ એનુ નામ અધ્યાત્મ. અધ્યાત્મ જીવનને સમભાવ તરફ લઈ જાય છે. અધ્યાત્મ એટલે પોતાની જાતને ઓળખી, જીવનને એવી રીતે જીવવુ કે ઓછામાં ઓછા કે બિલકુલ કર્મ બધાય નહિ; કારણકે, સારા કે ખરાબ કર્મો આપણને બધનમાં નાખે છે અને મોક્ષે જવા દેતા નથી. દાદાશ્રીએ કહ્યુ છે કે, આધ્યાત્મિક માર્ગે ચાલવુ હોય તો ૩ ટેવો સપૂર્ણ વર્જ્ય છે. દારૂ કે બીજો કોઈ નશો, માસાહાર અને ત્રીજુ અણહક્કના વિષય (વ્યભિચાર). આ અકમાં આપણે, માસાહારથી કેમ દૂર રહેવુ જોઈએ એના કારણોને ઊંડાણથી સમજીશુ. માસાહાર કઈ રીતે અધ્યાત્મનો નાશ કરે છે તે સમજીશુ. માસાહાર, આપણા આધ્યાત્મિક ધ્યેયોમાં કેમ એટલુ બધુ અવરોધક છે કે દાદાશ્રી માસાહારીઓના મોક્ષની જવાબદારી પણ નથી લેતા? તે પણ આ અકમાં સમજીશુ. યુવાનોના મનમાં પણ ઘણા પ્રશ્નો છે, જેમ કે, “આપણાથી ઈંડા ખવાય કે ન ખવાય?”, “જીવવા માટે હિંસા કરવી જ પડે છે તો, વનસ્પતિ અને પ્રાણીઓના જીવનમાં કોઈ તફાવત હોય છે?” વગેરે.... અમને આશા છે કે તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે અને શાકાહાર સેવવાની આધ્યાત્મિક અતરસૂઝ મળશે.