Share
વિનય BACK

મિત્રો, જ્યારે જ્યારે પણ આપણે કંઈક મેળવવા, સફળતાના શિખરો સર કરવા કે જીવનના નાના મોટા પ્રસગોમાં આનદ મેળવવા મથીએ છીએ ત્યારે સફળ અને મહાન પુરુષોએ એમના જીવનમાં એવુ તો શુ કર્યું હતુ એ જાણવાના પ્રયત્નો કરીએ છીએ. એમના જીવન ચરિત્રો વાચતા આપણને તેઓની સફળતાની ચાવીઓ જાણવા મળે છે. જેમાની એક ચાવી છે - એમણે કેળવેલા ગુણો. આ ગુણોમાનો એક ગુણ છે - “વિનય” જેની આપણે આ અકમાં વાત કરીશુ. વિનય એટલે શુ? આપણા જીવનમાં તેની શુ અસરો થાય? અને મહાનપુરુષોએ આ ગુણ કેવી રીતે કેળવ્યો એ જાણીશુ. દાદાશ્રીની દ્રષ્ટિએ વિનય શુ છે? અવિનયથી વિનય તરફ કેવી રીતે જવાય અને આપણા સપના પૂરા કરી આનદપૂર્વક જીવવા માટે વિનયી કેવી રીતે બનાય તે જાણીએ, માણીએ અને જીવનના દરેક તબક્કે દાદાશ્રીની કેડી પર ચાલવાનો પ્રયાસ કરીએ.