Share
ઝઘડો BACK

હેલ્લો ફ્રેન્ડ્સ, ઝઘડો આપણા માટે સામાન્ય શબ્દ છે. હેલ્લો ફ્રેન્ડ્સ, અને માતા-પિતા સાથે નાની-નાની વાતમાં ઝઘડા થયા કરતા હોય છે. ‘હુ ક્યાં કંઈ ખોટુ કરુ છુ?’ ‘મને ગમે એ રીતે જીવવાનો હક છે કે નહીં?’ એવુ વિચારતા આપણે ક્યારેય એ બાજુ ધ્યાન આપ્યુ છે કે આપણે આપણી રીતે જીવવામાં જાણતા કે અજાણતા કંઈ ખોટુ તો નથી કરી રહ્યા ને ? વિચાર્યું છે? કંઈ વાધો નહિ. આ અકમાં તમને એવી ઘણી વાતોનો ખ્યાલ આવશે કે તમારા રૂટીન સાથે જ સકળાયેલી હોવા છતાં ધ્યાનમાં આવી ન હોય અને ધ્યાનમાં આવ્યા પછી પણ આપણને ખ્યાલ જ ન આવે કે એમાં હવે મારે શુ કરવુ? તો બસ, આ અકમાં આપણને ઝઘડા કયા કારણસર થતા હોય છે? ઝઘડાના પરિણામો કઈ હદ સુધી ખરાબ હોઈ શકે? ઝઘડા ન થાય એ માટે પહેલેથી જ શુ સમજણ ગોઠવી શકાય? ઝઘડા દરમિયાન એવી કઈ માસ્ટર કી ગોઠવીએ કે જેનાથી આપણને શાતિ રહે, ઝઘડા થઈ જાય પછી શુ કરવુ? એ બધુ જ જાણવા મળશે. દાદાશ્રી કહે છે કે “આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ જવુ. ‘ઝઘડાપ્રૂફ’ થઈએ તો જ આ સસારમાં રહેવાશે. અમે તમને ‘ઝઘડાપ્રૂફ’ કરી આપીશુ. ઝઘડો કરનારો ય કંટાળી જાય એવુ આપણું સ્વરૂપ હોવુ જોઇએ. કોઇ ‘વર્લ્ડ’માં ય આપણને ‘ડિપ્રેસ’ ન કરી શકે એવુ હોવુ જોઇએ. આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ ગયા પછી ભાજગડ જ નહીં ને? લોકોને ઝઘડા કરવા હોય, ગાળો આપવી હોય તો ય વાધો નહીં. અને છતાં ય નફ્ફટ કહેવાય નહીં, ઊલટી જાગૃતિ ખૂબ વધશે.” આવી અનેકવિધ સમજણ મેળવવા માટે ચાલો માણીએ આ અકને......