Share
NO આલ્કોહોલ, NO ડ્રગ્સ BACK

જીવમાત્ર સુખની શોધમાં હોય છે. દરેક જણ સુખ મેળવવા જ આખી જિંદગી પુરુષાર્થ કરતાં હોય છે. પરંતુ, આટઆટલા પુરુષાર્થ પછી પણ આપણે ખરેખર સુખી થયા? આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે ઘણા યંગસ્ટર્સ સ્મોકીંગ, ગુટકા કે દારૂના વ્યસનમાં પડી જાય છે. ભવિષ્યમાં આના શું દુષ્પરિણામો આવશે તેનો વિચાર કર્યા વગર જ ઘણા યંગસ્ટર્સ માત્ર મજા માટે, તો કોઈ સ્ટ્રેસ ઓછો કરવાના બહાને વ્યસનમાં પડતા હોય છે. વ્યસનથી વ્યક્તિની સામાજિક, માનસિક અને આર્થિક બાબતો પર ગંભીર અસરો પડતી હોય છે. યુવાનો જે વ્યસનને સુખ સમજી એના ગુલામ બને છે તે જ વ્યસન પાછળથી તેમની પરવશતા અને દુઃખનું કારણ બને છે. મિત્રો, અક્રમ યુથનો આ અંક એવા યંગસ્ટર્સ માટે છે જેઓ એવી ભ્રમણામાં રાચે છે કે સ્મોકીંગ, ગુટકા કે દારૂમાં જ સુખ છે. આ અંકમાં આપણે વ્યસનરૂપી આ સામાજિક દાનવ વિશે ચર્ચા કરીશું. તથા વ્યસનના બંધનમાંથી કઈ રીતે છૂટાય તે માટેની પૂજ્યશ્રીની સમજણ પણ મેળવીશું. આશા રાખીએ કે જે યંગસ્ટર્સ વ્યસનના જોખમમાંથી બહાર નીકળવવા માંગે છે, તેમને માટે આ અંક માર્ગદર્શક બનશે. મનુષ્ય અવતાર દુર્લભ અને શ્રેષ્ઠ છે. ચાલો, તેનો સારો લાભ લઈએ.