Share
મનોબળ BACK

વ્હાલા મિત્રો, દર મહિનાની જેમ આ મહિને પણ આપ ઉત્સુકતાથી જેની રાહ જોઈ રહ્યા છો તે અક્રમ યુથનો નવો અંક એક નવી સમજણ લઈને તમારા હાથમાં આવી ચૂક્યો છે. આપણે સહુ સારી રીતે જાણીએ જ છીએ કે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે બે વસ્તુ ખૂબ જરૂરી છે. સૌ પ્રથમ તો દ્રઢ નિશ્ચય અને એ નિશ્ચયને વળગી રહેવાની સિન્સિયારીટી. નિશ્ચય કરવો તો ખૂબ જ સહેલો છે પણ તેને સિન્સિયર રહેવામાં લગભગ બધા જ માત ખાઈ જતા હોય છે. પણ મિત્રો, તમે ક્યારેય વિચાર્યુ છે કે આવું શાથી થાય છે? મારા ભણતર, કારકિર્દી, તબિયત કે ભવિષ્યને શ્રેષ્ઠ બનાવવા માટેના મારા પ્રયાસો કેમ ધાર્યા પરિણામ નથી આપતા? મારો નિશ્ચય કેમ ડગી જાય છે? મારી સિન્સિયારીટી કેમ તૂટી જાય છે? આવું શાથી થતું હશે? ઘણા સફળતાના શિખરે પહોંચેલા મહાનુભાવોના જીવનચરિત્ર જોઇએ તો એક ખૂબી બધામાં સરખી જ લાગે છે, પછી તે વ્યક્તિ ભલેને સામાજિક, રાજકીય કે વ્યાવસાયિક ક્ષેત્રે સંકળાયેલી હોય, અને તે ખૂબી છે - ‘દ્રઢ મનોબળ.’ ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પોતાના નિશ્ચયને વળગી રહેવાની શક્તિ. તો ચાલો, હવે વધુ રાહ ન જોતા રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં મનોબળ નથી રહેતું ? તેનું કારણ, અને કઈ રીતે મનોબળ વધુ મજબૂત કરી શકાય તે વધુ રસપ્રદ રીતે આ અંકમાં જોઈએ. તો વાચક મિત્રો તૈયાર છો ને મનોબળ મજબૂત કરવા માટે? - ડિમ્પલ મહેતા