Share
મોહ BACK

વ્હાલા મિત્રો, “મોહ ખવડાવે માર” આપ સૌએ આ ગુજરાતી કહેવત તો અનેક વાર સાંભળી હશે. પણ મોહ કોને કહેવો? અવનવા કપડાં પહેરવાનો, ફરવા જવાનો, સિનેમા જોવાનો, હોટેલમાં ખાવા જવાનો, ટી.વી. જોવાનો, કોમ્પ્યુટર અને મોબાઈલ પર ગેમ રમવાનો, વગેરે, વગેરે... આ સૂચી તો ઘણી લાંબી થઈ શકે. આ બધા મોહના જ પ્રકાર છે અને આપણે મોહના મહાસાગરમાં જ ડૂબેલા છીએ. તમને લાગતું હશે કે આ તો અમારી રોજિંદી પ્રવૃત્તિઓ છે એને કઈ રીતે મોહ કહી શકાય? પણ આપણી દરેક ક્રિયા એક અથવા બીજા મોહને વશ થઈને થતી હોય છે. આશ્ચર્યની વાત એ છે કે આપણને તેની ખબર સુધ્ધા પડતી નથી. હવે જ્યારે મોહની જ ખબર પડતી નથી તો સ્વાભાવિક છે કે આ મોહ શું માર ખવડાવે છે તે તો ન જ ખબર પડે. અક્રમ યુથનો આ અંક મોહને વશ થઈ આપણને કેવા કેવા માર ખાવા પડે છે તે સમજવાનો અને કઈ રીતે મોહની જાળમાં ન ફસાઈને મુક્તિના આનંદમાં રહી શકાય એવી સમજણ કેળવવાનો એક વિનમ્ર પ્રયાસ છે... - ડિમ્પલ મહેતા