Share
પૈસાનો સદુપયોગ દુરુપયોગ BACK

લક્ષ્મી : દાદાના શબ્દોમાં કહીએ તો આપણો અગિયારમો પ્રાણ. મિત્રો, પૈસાના ફાયદાની વાત સાંભળતા જ કેવી ચેતના આવી જાય છે. જીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે ખૂબ જ આવશ્યક એવી લક્ષ્મી કોને ન જોઈતી હોય? જરૂરિયાતો પૂરી થયા પછી સુખ સગવડ, વૈભવ કે મોજશોખ માટે કે વધારાની સાધન-સામગ્રી વસાવવા માટે પ્રયત્નો શરૂ થાય છે અને ક્યારેક પૈસાના વ્યય કે દુરુપયોગમાં પરિણામે છે. સમય જતા આ વસ્તુઓ જીવનની જરૂરિયાત લાગવા માંડે છે અને એને પૂરી કરવા મથામણ ચાલુ થઈ જાય છે. એન્ડલેસ સાઇકલ ચાલુ થઈ જાય છે: કમાવવાનું, વાપરવાનું, કમાવવાનું, બચત કરવાની, વગરે, વગરે. પણ ખરેખર જીવનના વ્યવહારમાં લક્ષ્મીનો આદર્શ ઉપયોગ એવી રીતે કરવો જોઈએ જેથી ક્યારેય કોઈ કામ ન અટકે અને એનો સદુપયોગ થાય જેથી આ ભવમાં આપણી ઉન્નતિ થાય અને આવતા ભવ માટે સેફટી પણ થાય. દાન આપવું એ પૈસાનો ઉત્તમ સદુપયોગ છે જેના વિવિધ પ્રકારો ઉપર પ્રકાશ પાડતો વિશેષ લેખ દાદાની વાણીમાં અહીં પ્રસ્તુત છે. પૈસા/ આવકનું પ્લાનિંગ કરી, દુરુપયોગ રોકી આપણી અધોગતિ ટાળી શકાય અને સદુપયોગ કરી “કામ કાઢી” લેવાય. આ વખતનો અંક બધા માટે ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા સહિત અહીં પૈસાના દુરુપયોગ, ઉપયોગ અને સદુપયોગ વિષે વિવિધ પ્રકારે રોચક રીતે સમજણ અપાઈ છે. તો વાચક મિત્રો, ચાલો આ અગત્યના મુદ્દાને સમજીએ/ આ અંકને માણીએ. - ડિમ્પલ મહેતા