Share
ભાવનાઓ કો સમઝો BACK

પ્રય યુવા મિત્રો, હું, તમે, તમામ જીવમાત્ર સુખ ઝંખે છે. દુ:ખ કોઈને જોઈતું નથી. છતાંય સુખ કોઈનું નિરંતર ટકતું નથી અને આ સુખ-દુ:ખની પરંપરા અવિરતપણે ચાલ્યા જ કરે છે. આ કાળમાં સુખ તો માત્ર બે દુ:ખ વચ્ચેના વિરામને કહેવામાં આવ્યો છે. શા માટે? ‘જગત વાવ સ્વરૂપ છે, પડઘા સ્વરૂપ છે.’ એવું અવાર-નવાર સત્સંગમાં સાંભળવામાં આવે છે અને એટલે જ આપણે દ્રઢ નિશ્ચય-નિર્ણય સાથે રોજિંદા વ્યવહારમાં આપણા સંપર્કમાં આવેલી વ્યક્તિઓ માટે ભાવ ન બગડે એની તકેદારી રાખતા હોઈએ છીએ. પણ છતાંય જાણ્યે-અજાણ્યે આપણાથી ભાવ બગડી જતાં હોય છે. જેના પરિણામે નવા કર્મો બંધાવાની શ્રૃંખલા આપણા જીવનમાં ચાલ્યા જ કરે છે. મિત્રો, આ અંકમાં અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીએ દરેક ક્રિયાની પાછળ રહેલા ભાવને ઓળખી, તેની સામે જાગૃત રહી, ભાવને અવળામાંથી સવળામાં ફેરવવા કઈ રીતે પુરુષાર્થ આદરવો તે વિસ્તૃત રીતે સમજાવેલ છે. આ સમજણ દરેક વાચક મિત્રને ઉપયોગી સાબિત થશે એવી આશા સાથે... જય સચ્ચિદાનંદ. - ડિમ્પલ મહેતા