Share
કલમ ૧ અહમ્ ન દુભાય BACK

પ્રિય યુવા મિત્રો, પરમ પૂજ્ય દાદા ભગવાનના ઘણા અવતારોની વ્યાવહારિક સમજણનો સાર જેમાં સમાયેલો છે, દાદાનો અદ્્ભૂત આદર્શ વ્યવહાર જે ભાવનાઓ થકી આ ભવમાં μદયમાં આવ્યો તેવી અભૂતપૂર્વ નવ કલમો એ દાદાની આ જગતને મોટી ભેટ છે. નવ કલમોની ભાવના દરેક વ્યક્તિને, જ્ઞાન લીધુ હોય કે ન લીધુ હોય, આ હળહળતા કળિયુગના લપસણા કાળમાં કષાયોના ચક્રવાતમાથી બચવા માટેનુ એક મોટુ સાધન છે. સસાર વ્યવહારમાં જાત-જાતના દોષો થયા જ કરતા હોય છે. આ દોષો સામે સતત જાગૃતિનો પુરુષાર્થ રાખવો બધાથી કદાચ શક્ય ન બને પણ નવ કલમો એટલી બધી અસરકારક છે કે એ ભાવવાથી (દાદાશ્રીએ નવ કલમો દિવસમાં ત્રણ વખત બોલવા કહ્યુ છે) આપણો અભિપ્રાય બદલાય છે જેના પરિણામ સ્વરૂપે આ દોષો વખત જતાં નરમ પડતાં જાય છે અને સાથે સાથે આવતા ભવ માટેની સેફ-સાઈડ પણ થઈ જાય છે. આ અકથી આપણે અક્રમ યુથમાં નવ કલમો રૂપી ભાવના, કે જે ભવોભવ સુધારે એવી શક્તિશાળી છે, એની શૃખલા શરૂ કરીએ છીએ. આજના અકમાં તે વિષે વિસ્તૃત માહિતી મેળવશુ. તમને પ્રશ્નો તો ઊભા થતાં જ હશે કે અહમ્્ કોને કહેવાય? અહમ્્ કેવી રીતે દુભાતો હોય છે? સ્યાદવાદ એટલે શુ? વગેરે, વગેરે.... તો ચાલો, રાહ કોની જુઓ છો? પહેલી કલમ પાકી કરી લઈએ... આવતા મહિને બીજી કલમ આવે તે પહેલા... - ડિમ્પલ મહેતા