Share
કલમ ૨ કોઈપણ ધર્મનુ કિંચિત્માત્ર પ્રમાણ ન દુભાય BACK

વ્હાલા મિત્રો, અક્રમ યુથની આપણી નવ કલમોની શ્રેણીના આ અકમાં આપણે બીજી કલમને સવિસ્તાર સમજીશુ. ‘ધર્મ’ શબ્દના અલગ-અલગ અર્થ જોવા મળે છે. કોઈપણ વસ્તુના સ્વાભાવિક ગુણોને તે વસ્તુનો ધર્મ કહેવાય છે. જેમ કે અગ્નિનો ધર્મ તેની ગરમી અને તેજ છે. વળી શાસ્ત્રોમાં તો વેદોમાં μપદેશાયેલા શુભ કર્મોને ધર્મ કહેવામાં આવ્યો છે. જો આપણે પ્રાચીન અર્થ જોઈએ, તો ધર્મ એટલે જીવન જીવવાની ન્યાયપૂર્ણ અને કર્તવ્યપૂર્ણ રીત. પ. પૂ. દાદા ભગવાન આમાથી ક્યા ધર્મની વાત કરી રહ્યા હશે એવો પ્રશ્ન તો સહેજે ઊભો થઈ જ જાય ને? આપણે આ અકમાં ધર્મની નવી જ વ્યાખ્યા અને બધા રિલેટીવ ધર્મો વિષે પ. પૂ. દાદા ભગવાન શુ કહેવા માગે છે તેમ જ આપણાથી જાણતા કે અજાણતા કોઈપણ ધર્મનુ પ્રમાણ ક્યા-ક્યાં દુભાવાઈ જાય છે તે સમજીએ. સાથે સાથે આવી ભૂલોમાથી કેવી રીતે બહાર નીકળી શકાય એની ચાવીઓ મેળવીએ અને બીજી કલમ થકી ફરી ક્યારેય પણ આપણાથી કોઈપણ ધર્મનુ કિંચિત્્માત્ર પણ પ્રમાણ ન દુભાય એવો નિશ્ચય કરીએ. કરશોને?