Share
કલમ ૩ - કોઈપણ ઉપદેશક,સાધુ-સાધ્વી કે આચાર્યનો આવાર્ણવાદ,અપરાધ,અવિનય ન કરાય BACK

પ્રિય મિત્રો, આ આપણો “ભાવના સુધારે ભવો ભવ” શૃખલાનો ત્રીજો અક છે અને મને ખાતરી છે કે મારી જેમ તમે પણ પરમ પૂજ્ય દાદા ભગવાનની નવ કલમો રોજ બોલવાની શરૂ કરી જ દીઘી હશે અને તેનાથી ઘણી હળવાશ પણ અનુભવાતી હશે. આપણે કોઈ પણ વ્યક્તિના અહમ્્ અથવા વિવિધ ધર્મ સબધી થઈ જતા દોષો અને આવા દોષો ન થાય તે માટે જાગૃતિ રાખવાની સમજણ છેલ્લા બે અકોમાં મેળવી. હવે આ અકમાં ત્રીજી કલમ વિષે વિગતવાર સમજીએ જેમાં દાદા ભગવાને ધર્મગુરુઓ માટે થઈ જતી અવળી ભાવનાઓ સામે શક્તિઓ માગવા કહ્યુ છે. દરેકને પોતે જે વ્યૂ-પોઈન્ટ μપર μભો છે તે જ વ્યૂ-પોઈન્ટ સાચો લાગે છે. હવે પોતે એને સાચુ માને છે ત્યાં સુધી વાધો નથી પણ તે બીજા બધા વ્યૂ-પોઈન્ટવાળાને ખોટા માને છે અને તેનાથી દોષમાં પડે છે. બાલમદિરથી પી.એચ.ડી. સુધીના અભ્યાસક્રમમાં દરેક વર્ષે ગુરુ બદલાતા જ હોય છે ને? આપણે કયા ધોરણને ખોટુ ગણી શકાય? હવે જો ધોરણ ખોટુ નથી તો તેના ગુરુ પણ શી રીતે ખોટા ગણાય? દાદા ભગવાને આપણાથી બે ડિગ્રી ઉંચા હોય તેમનો પણ વિનય રાખવા કહ્યુ છે. આપણો ભાવ પણ છે કે વિનયમાં રહેવુ જ છે છતા પણ આવા દોષો કઈ રીતે થઈ જતા હોય છે તેની છણાવટ આ અકમાં આવરી લેવાઈ છે જે આપ સૌને μપયોગી નીવડશે એવો મને વિશ્વાસ છે. જય સચ્ચિદાનદ...