કલમ ૪ - કિંચિત્માત્ર પણ તિરસ્કાર ક્યારેય પણ ન કરાય
BACK

પ્રિય વાચકો,
નવ કલમોની યથાર્થ સમજણ દ્વારા હ્યુમનમાથી સુપર હ્યુમન બનવાની આપણી આ રોમાચક
યાત્રાને આ મહિને હજુ આગળ વધારીયે.
નાની-નાની બાબતોમાં થતો અણગમો ક્યારે મોટુ રૂપ લઈને અભાવ અને તેનાથી પણ આગળ
વધી તિરસ્કારમાં પરિણમે છે તેની આપણને ખબર પડતી નથી. પણ આ અભાવ કે તિરસ્કાર જે થઈ જાય
છે તેના પરિણામ ખૂબ જ દુ:ખદાયી હોય છે. મિત્રો, એવુ કહેવાય છે કે કોઈ ચીજ-વસ્તુનો પણ જો અભાવ
કે તિરસ્કાર કરીએ તો તે આપણને ફરી કયારેય ભેગી ન થાય એવા અતરાય પડે. તો જીવતી વ્યક્તિઓ
પ્રત્યે અભાવ કે તિરસ્કાર કરીયે તો તેનુ ફળ તો વધારે જોખમી હોવુ જ ઘટે.
તિરસ્કારના ત્રણ મોટા જોખમો વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે જેનો તિરસ્કાર કરશો
તેનો ભય લાગશે. આ તિરસ્કારથી કોઈ દહાડોય છુટાય નહીં. એમાં તો નર્યા વેર બધાય. તિરસ્કાર અને
નિદા જ્યાં હશે ત્યાં લક્ષ્મી નહીં રહે.
અક્રમ યુથના આ અકમાં ચાલો વિગતવાર સમજણ મેળવીએ આપણી ચોથી કલમ વિશે અને
દાદા પાસે શક્તિ માગીએ અભાવ / તિરસ્કારથી દુર રહેવા કાજે.