Share
૩ અક્ષર નો શબ્દ, આ મેગેઝીનનો ટોપિક શોધો... BACK

પ્રય મિત્રો, આપ સહુએ “ઉતાવળે આંબા ન પાકે” અને “ધીરજના ફળ મીઠા”, આ બન્ને કહેવતો ઘણી વખત સાંભળી હશે. ઘણીવાર આપણી નજીકની વ્યક્તિઓએ આ કહેવતો સંભળાવીને સલાહ પણ આપી હશે. આજના ઝટપટીયા યુગમાં ‘ધીરજ’ શબ્દ કદાચ થોડો ધીમો લાગે. પણ જીવનમાં આવી પડેલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા અને સફળતાના શિખરો સર કરવા ધીરજ રાખવી આવશ્યક છે. શાંતિથી વિચારી જોતા જણાશે કે આપણે કેટલીયે વખત ઉતાવળા નિર્ણયો લઈને પાછળથી પસ્તાયા હોઈશું અથવા તો નજીવી બાબતોમાં નિરાશામાં કે હતાશામાં ગરકી ગયા હોઈશું. આવું થવા પાછળનું મુખ્ય કારણ ધીરજનો અભાવ હોઈ શકે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને ઉભા થયેલા કપરા સંજોગોને કારણે નાના-મોટા સૌને જાત-જાતની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે તો જાણે બધાની ધીરજનો અંત આવી રહ્યો હોય એવું લાગે છે ! શું તમારી પણ ધીરજ ખૂટવા માંડી છે ? તમારી ઉંમરમાં આવું થવું સ્વભાવિક છે, પણ વાત-વાતમાં ધીરજ ગુમાવી દેવી એ તો નિર્બળતા કહેવાય. આ નિર્બળતામાંથી બહાર નીકળવા માટે, આ મહિનાના ‘અક્રમ યુથ’ મેગેઝિનના અંકમાં આપણે આ જ વિષય પર ચર્ચા કરવા માંગીએ છીએ.તો ચાલો, આગળ વાંચીએ અને ‘ધીરજ’ નામના આ આગવા ગુણને આપણા જીવનમાં વણી લઈ એક નવું જ વ્યક્તિત્વ ખિલવીએ...! - જય સચ્ચિદાનંદ.