Share
ભાગ ૧ - રામાયણ ફોર યુથ BACK

વ્હાલા મિત્રો, આપણા પૌરાણિક બે મહાકાવ્યો, રામાયણ અને મહાભારતથી તો આપ સૌ પરિચિત જ છો. તેમાંય આ લોકડાઉનના શરૂઆતના સમયગાળામાં, આ બન્ને ગ્રંથો પર વર્ષો પહેલા રચાયેલ ધારાવાહિકોનું, દૂરદર્શન પર ફરી થયેલ પ્રસારણ તો લગભગ બધાએ જ ખૂબ રસપૂર્વક માણ્યું હશે. પણ આ મહાન કથાઓને ફક્ત મનોરંજનના હેતુથી માણીને, ભૂલી જવાની ભૂલ કરવા જેવી નથી. આ કથાઓ અને તેના પાત્રોનો જો ઝીણવટથી અભ્યાસ કરીએ, તો જણાશે કે આ વાર્તાઓ આપણને એક આદર્શ જીવન જીવવા શું શું કરવું અને શું શું ન કરવું, તેની સચોટ સમજ પૂરી પાડે છે. સાથે સાથે વ્યવહારના ઉત્કૃષ્ટ ગુણો જેવા કે આજ્ઞાંકિતતા, આધીનતા, ધૈર્ય, સંયમ, પ્રેમ, ભક્તિ વગેરેની ઝલક પણ આ ગ્રંથોમાં વણાયેલી જોવા મળે છે. જય સદાનંદ - ડપલ મહતા