Share
ભાગ - 2 રામાયણ ફોર યુથ BACK

પ્રિય મિત્રો, પૌરાણિક મહાકાવ્ય રામાયણ પર આધારિત અક્રમ યુથની શ્રેણીનો બીજો અંક આપના હાથમાં મુકતા ખૂબ જ હર્ષ અને રોમાંચ અનુભવાય છે. રામાયણની કથાના મુખ્ય પાત્રો પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લંકાપતિ મહારાજ રાવણ તેમજ રામાયણના મુખ્ય પ્રસંગો જેવા કે રામચન્દ્રજીનો વનવાસ અને તેમનું દશાનન રાવણ સાથે ખેલાયેલું ભીષણ યુદ્ધ ભલે હોય, પણ સાથે સાથે બીજા નાના-મોટા કેટલાય એવા પાત્રો અને પ્રસંગો રામાયણમાં છે કે જે વાચકના હ્રદયમાં ઊંડી છાપ છોડી જાય છે. આ અંકમાં આવા જ કેટલાક રસપ્રદ પ્રસંગોને આવરી લેવામાં આવ્યા છે. આશા છે કે આ પ્રસંગોની યથાર્થ સમજણ આપ સહુને જીવન જીવવાની નવી દૃષ્ટિ પ્રાપ્ત કરાવવામાં ઉપયોગી નીવડશે... આવતા મહિને ફરી મળીશું, રામાયણ શ્રેણીના ત્રીજા અને છેલ્લા અંક સાથે !!! જય સચ્ચિદાનંદ. *નોંધ: પ્રસ્તુત અંકમાં રજૂ કરાયેલા રામાયણના પ્રસંગો, વિવિધ શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉપલબ્ધ માહિતીના આધારે સંકલિત કરવામાં આવ્યા છે અને તેનો એકમેવ હેતુ આજનો યુવા વર્ગ તેમાંથી સાચી શીખ મેળવે તે જ છે.