Share
જજમેન્ટ BACK

તમે સહુએ નાનપણમાં સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તા તો સાંભળી જ હશે.ઉંદરભાઈને સાત પૂંછડી હતી તેથી તેને લોકો ચિડવતા હતા. એટલે તેણે પૂંછડી કપાવવાની શરૂઆત કરી. છેલ્લે બધી પૂંછડી કપાવી નાખ્યા બાદ પણ લોકોનું ચિડવવાનું બંધ ન થયું અને ઉપરથી લોકો ઉંદરને બાંડો-બાંડો કહીને વધારે ચિડવવા લાગ્યા.દોસ્તો, જો તમને તમારા દેખાવ કે કપડાં બાબત, ખાણી-પીણી વિશે, ભણવા કે કોઈપણ નાના-મોટા કાર્યો બાબત એવો વિચાર આવે છે કે મારું કેવું દેખાશે ? બીજા મારા માટે શું વિચારશે ? જો બીજા દ્વારા કરાયેલી ટીપ્પણી કે સૂચનોને સકારાત્મક રીતે સ્વીકારવાને બદલે તમને તેમના તરફ છૂપો દ્વેષ થઈ જાય છે તો તમારે વિચારવાની જરૂર છે કે ક્યાંક તમે પણ આપણી વાર્તાના ઉંદરભાઈ જેવા બનવા તો નથી જઈ રહ્યા ને ? બીજાના અભિપ્રાયોને વધારે પડતું મહત્ત્વ આપવાના પરિણામ સ્વરૂપે ઉભા થતા દબાણની નકારાત્મક અસર તમારા મન અને શરીર પર પડ્યા વગર રહેવાની નથી, પણ ગભરાશો નહીં. તમારા પ્રિય અક્રમ યુથમાં આ મહિને આપણે આજ વિષયને આવરી લીધો છે. જો તમારે પણ ક્યારેક આવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવે તો કેવી સમજણ ગોઠવવી તેની સચોટ ચાવીઓ મેળવવા આ અંક અચૂક વાંચવો જ રહ્યો... તૈયાર છો ને ?