Share
જૂઠની ભુલ-ભુલામણી BACK

વ્હાલા વાચક મિત્રો, આ અંકનું મુખપૃષ્ઠ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આ મહિને આપણો ચર્ચાનો વિષય શું છે ? હા, દોસ્તો. જૂઠું બોલવું એ એક એવી ખોટી ક્રિયા છે જે આપણામાંના ઘણા ખરા લોકો વત્તા-ઓછા પ્રમાણમાં, જાણી જોઈને અથવા તો અજાણતામાં જ પણ નિયમિત રીતે કરતા જ હોઈશું. એક સર્વેક્ષણ મુજબ જૂઠું બોલવું એક એવો દુર્ગુણ છે જેમાં મોટાભાગના લોકો ખૂબ કુશળ હોય છે અને કારણ વગર મિત્રો, પરિવારજનો કે સહકાર્યકરો સાથે સહેલાઈથી જૂઠું બોલી નાખતા હોય છે. નાની-નાની બાબતમાં ખોટું બોલવાની શરૂઆત થયા બાદ તે ક્યારે ખોટું બોલવાની કુટેવમાં પરિણમે છે તેની ખબર જ પડતી નથી. અને પછી જૂઠની ભુલ-ભુલામણીમાંથી બહાર નીકળવું અતિશય મુશ્કેલ બની જાય છે. કહે છે ને, એક જૂઠ છુપાવવા માટે સો જૂઠની જરૂર પડે છે. જે એક વાર આ માયાજાળમાં ફસાય છે એ વધુને વધુ અંદર ગૂંચવાયા કરે છે. પણ મિત્રો, જો તમે આ ભુલ-ભુલામણીમાં ફસાયા હોવ તો તમારે ગૂંચવાવાની જરૂર નથી, આ અંકનું વાંચન પૂરુ કરતા જ તમને આ ભુલ-ભુલામણીમાંથી બહાર નીકળી જવાનો સરળ અને સહેલો માર્ગ મળી જશે એવી મને ખાત્રી છે. - ડિમ્પલ મહેતા