Share
પોતાની ગરજે મોક્ષે જનારા કેવા હોય ? BACK

યુવા મિત્રો, આપણે જીવનમાં જયારે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિને મળીએ તો તેમના કોઈ ને કોઈ ગુણોથી પ્રભાવિત અને આકર્ષિત થઈએ છીએ. અને નિયમ એવો છે કે જે ગુણો આપણામાં ના હોય, જે સામી વ્યક્તિમાં હોય, તો તે વ્યક્તિ તરફ સહેજે આકર્ષણ થાય જ. અને તેમને જોઈ જોઈને જ તેવા ગુણો આપણામાં પણ ખીલતા જાય. તો ચાલો આજે આપણે એવી એક પ્રતિભાનો પરિચય મેળવીએ.મોટે ભાગે તો જ્ઞાની પુરુષો અને ભગવંતો આત્મસાક્ષાત્કાર પામી એ જ અવતારમાં નિર્વાણ પદને પ્રાપ્ત કરતા હોય છે. બહુ જૂજ એવા પ્રસંગો જોવા મળે છે જેમ કે મહાવીર ભગવાન ૪૨ વર્ષની આયુમાં કેવળજ્ઞાન પામી ૭૨ વર્ષ સુધી વિચર્યા. કૃપાળુદેવે આત્મજ્ઞાન પામી નાની વયે જ વિદાય લીધી અને બહુ ઓછા લોકો એમના સંપર્કમાં આવી શક્યા. દાદાશ્રીને ૧૯૫૮માં અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયું, પછી ૩૦ વર્ષ જ્ઞાનલહાણી કરી શક્યા. દાદાશ્રીના કૃપાપાત્ર નીરુમા,દાદાશ્રી પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયા બાદ સતત ૩૮ વર્ષ અક્રમ ઝંડો ફરકાવતા આપણી સાથે રાા. અને આપણા સૌના લાડીલા પૂજયશ્રી ૧૭ વર્ષની વયે દાદા પાસે જ્ઞાન પામી, પૂજય નીરુમાના સહાધ્યાયી રહી, છેલ્લા ૫૦ વર્ષથી દાદાશ્રીના સૂત્રધાર સમા, આપણી વચ્ચે આજે પ્રત્યક્ષ હાજર છે. આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણને “૫૦દ્દત્ર્ - ગોલ્ડન જ્યુબિલી જ્ઞાન વર્ષ”ની ઉજવણીના સાક્ષી બનવાનો અલૌકિક મોકો પ્રાપ્ત થયો છે. આપણી પાસે ‘પોતાની ગરજે મોક્ષે જનારા કેવા હોય ?’ તે નિહાળવાનો અને જોઈ જોઈને શીખવાનો સુંદર અવસર છે. યુવા મિત્રો, આ મહિનાનો આપણો અક્રમ યુથનો અંક પણ આપણા સૌ માટે વિશેષ પ્રેરણા લઈને આવ્યો છે. તો ચાલો, આ અંક દ્વારા આપણે, પૂજ્યશ્રી દીપકભાઈના જીવનના દિવ્ય પ્રસંગો વાગોળીએ, અને એ વિવિધ પ્રસંગોથી “મોક્ષમાર્ગી કેવા હોય?” તેની ઝાંખી કરીએ. જેથી આપણને પુરુષાર્થ કરવાની નવી દૃષ્ટિ મળે અને આપણે પણ જ્ઞાની પુરુષે પોતે અનુભવેલા અને ચીંધેલા માગે આગળ વધી શકીએ. - ડિમ્પલ મહેતા