Share
માતા પિતાના પોઝિટીવ BACK

પ્રિય મિત્રો, જનરેશન ગેપનો અક્રમ યુથનો પાછલો અંક વાંચીને તમે સહુએ પોતાના પેરન્ટ્્સ સાથેના સંબંધોને વધુ ગાઢ બનવવાની દિશામાં પહેલ શરુ કરી જ દીધી હશે. બાળકો અને પેરન્ટ્્સની રીલેશનશીપને વધુ રસાળ બનાવવાના આ પ્રયાસને આપણે આ અંકમાં વધુ આગળ વધારીએ. નાની-નાની વાતમાં આપણે આપણા મમ્મી-પપ્પા ઉપર ગુસ્સે થઈએ છીએ. આપણા રોજિંદા જીવનમાં મમ્મી-પપ્પાનું કેટલું મોટું યોગદાન છે એની ક્યારેય નોંધ લીધી નથી. આપણને સરસ ભોજન મળે તે માટે મમ્મી ત્રણ વાર ભોજન બનાવે, બધી સગવડ મળી રહે તે માટે પપ્પાનું ધ્યાન હોય જ, બીમારી વખતે સતત હાજર રહે. તેમનું આટલું મોટું પોઝિટિવ પાસું આપણે કદાચ ક્યારેય ધ્યાનમાં નહીં લીધું હોય. આ તો એક જ વાત થઈ, એવા તો બીજા કેટલાય પોઝિટિવ ગુણો તેમનામાં હશે જે તરફ આપણું લક્ષ જ નહીં ગયું હોય. સાચી વાત છે ને ? કારણ કે, જાણ્યે-અજાણ્યે આપણી દૃષ્ટિ તો તેમના નેગેટિવ ગુણો જોવામાં જ પડી જાય છે, પરિણામે એક્તા તૂટે, દૂરી વધતી જાય અને જનરેશન ગેપ વધતો જ રહે. પણ, હવે તો આપણે સૌ એ દૃઢ નિશ્ચય કર્યો છે કે આ ગેપ દૂર કરીને જ રહીશું. ચાલો, સમજીએ કે મમ્મી-પપ્પાના પોઝિટિવ જોવાથી શું લાભ થાય છે? અને સાચી સમજણ સાથે પોઝિટિવ જોતાં થઈ આપણા જીવનમાંથી જનરેશન ગેપ રૂપી આ દૂષણને બાય-બાય કરીએ. - ડિમ્પલભાઈ મહેતા