Share
કર્ણ BACK

મિત્રો, આપણા સૌની પ્રિય પૌરાણિક કથા મહાભારતમાં કોઈ એક વ્યક્તિ મુખ્ય પાત્ર કે મહાનાયક નથી. તેમ છતાં મહાભારતના ઘણા પ્રમુખ પાત્રો તેમના આગવા વ્યક્તિત્વને કારણે ઇતિહાસમાં અમર થઈ ગયા છે. પાછલા અંકમાં જેમ આપણે પિતામહ ભીષ્મ વિષે અવનવી વાતો જાણી તેવી જ રીતે આ અંકમાં આપણે આવા જ એક બીજા પ્રભાવશાળી પાત્ર મહારથી કર્ણ વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. મહારથી કર્ણના જીવનના અસંખ્ય વિરોધાભાસી પાસા તેમના વ્યક્તિત્વને વધુ રસપ્રદ બનાવે છે. પોતે ક્ષત્રીય રાજકુમાર હોવા છતાં સારથીના પુત્ર તરીકે જીવનભર અપમાન અને ટોણા સહન કરવા પડ્યા. એક તરફ કર્ણને ભરસભામાં દ્રૌપદીનું અપમાન કરવાની અનુમોદના કરવા અને અભિમન્યુની યુદ્ધમાં અવૈધ રીતે હત્યા કરવા જેવા દુષ્કૃત્યો માટે દોષિત ગણવામાં આવે છે તો બીજી તરફ તેની દાનવીરતા અને વફાદારીની તોલે આખા મહાભારતમાં કોઈ આવી શક્યું નથી. અધર્મના એટલે કે કૌરવોના પક્ષમાં હોવા છતાં તેની છબી જનમાનસમાં એક આદરણીય મહાયોદ્ધા તરીકે કાયમી છે. આની પાછળ શું રહસ્ય હશે ? શું તમે પણ આ મહારથી વિષે વધુ જાણવા મારા જેટલા જ ઉત્સુક છો ? તો ચાલો, વધુ સમય ન ગુમાવતા વાંચીએ... દુર્યોધનના આ પરમ મિત્ર અંગરાજ કર્ણ અને તેમના વિશેની જાણી-અજાણી વાતો, સાથે-સાથે તેમાંથી આપણે શું શીખવું તે પણ સમજીએ.... - ડિમ્પલભાઈ મહેતા