Share
આપણા સુપરહીરો હનુમાનજી BACK

મિત્રો, આજે આપણે એક એવા સુપરહીરોની વાત કરવા જઈ રહ્યા છીએ જે બાળકો, યુવાનો, બ્રહ્મચારીઓ ઉપરાંત અસંખ્ય રામભક્તોના પણ ખૂબ પ્રિય છે. એવું મનાય છે કે તેમની ભક્તિ કરવાથી શાણપણ, હિંમત અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જી હા મિત્રો, હું વાત કરી રહ્યો છું આપણા સૌના ફેવરિટ સુપરહીરો હનુમાનજીની. પ્રાચીન મહાકાવ્ય રામાયણના કેન્દ્રીય પાત્રોમાંથી એક, એવા હનુમાનજીની હિન્દુધર્મના સૌથી પ્રખ્યાત દેવોમાં ગણના થાય છે. તેમની અજોડ શક્તિ, શૌર્ય, બ્રહ્મચર્ય અને ભગવાન શ્રીરામ પ્રત્યેની સ્વામીભક્તિ સાથે અનેક વાર્તાઓ પણ વણાયેલી છે. આવી જ અમુક વાતો અને પ્રસંગોનું સંકલન અક્રમ યુથના આ અંકમાં કરવામાં આવ્યું છે, જે હનુમાનજી પ્રત્યેના આપણા અહોભાવમાં અચૂક વધારો કરાવનારું નીવડશે. એકવીસમી સદીના આવા કાળમાં જ્યાં સેવા, સમર્પણ, બ્રહ્મચર્ય જેવા ઉત્કૃષ્ટ ગુણોની કિંમત દિવસે-દિવસે ઘટી રહી છે, ત્યારે હનુમાનજીને સમર્પિત આ અંક તમને આ સદ્્ગુણો કેળવવાની દિશામાં જરૂરથી મદદ કરશે. - ડિમ્પલભાઈ મહેતા