Share
પ્રાયોરિટી BACK

પ્રિય વાચકમિત્રો, શું તમને લાગે છે કે તમારું જીવન બહુ બધા કામો વચ્ચે વ્યસ્ત છે ? તમને એક સાથે ઘણા બધા કામ યાદ આવી જાય છે ? કામનું લિસ્ટ વધતું જ જાય છે ? કોઈ એક કામ એટલું લંબાયા કરે છે કે બીજા બાજુમાં મૂકાઈ જાય છે કે પછી એવું લાગે છે કે આ કામની વચ્ચે તમને પોતાના માટે ફુરસદ જ નથી મળતી ? બોજો કે સ્ટ્રેસ વધતો જાય છે ? જો એમાંથી એક પણ પ્રશ્નનો જવાબ ‘હા’ હોય, તો તમે એકદમ યોગ્ય ટોપિકનું મેગેઝીન હાથમાં લીધું છે. હા, પ્રાયોરિટી ! પ્રાયોરિટી એટલે જેને પ્રાથમિકતા કે મહત્વતા આપવાની હોય તેવી બાબત. આપણે સૌ પ્રાયોરિટી એટલે શું ? એ જાણીએ છીએ, પણ જીવનમાં પ્રાયોરિટી કેવી રીતે ગોઠવવી એ બધાને મૂંઝવતું હોય છે. ઘણીવાર આપણે પોતાના શોખ અને ઈચ્છાઓને વધુ પડતું મહત્વ આપી દઈએ છીએ, જેનાથી જાણતા-અજાણતા આપણો ધ્યેય બાજુમાં મૂકાઈ જાય છે, અને ક્યારેક નજીકની વ્યક્તિઓને દુ:ખ પણ અપાઈ જાય છે. મિત્રો, આ અંકમાં આપણે એવી બધી વિગતો અને રીતો વાંચીશું, જે આપણને જીવનમાં પ્રાયોરિટી સેટ કરવી કેમ જરૂરી છે ? તેનાથી શું ફાયદા થાય ? અને પ્રાયોરિટી કેવી રીતે સેટ કરવી ? એની સમજણ પૂરી પાડશે. - ડિમ્પલભાઈ મહેતા