Share
સ્પર્ધા BACK

પ્રિય વાચકમિત્રો, સ્પર્ધા ક્યાં નથી ? નાનપણથી લઈને અત્યાર સુધીમાં જીવનમાં ડગલે ને પગલે સ્પર્ધા ચાલ્યા જ કરતી હોય છે. નાના હોઈએ ત્યારે રમકડાં માટે, મોટા થઈએ ત્યારે ભણતર માટે સ્પર્ધા, પછી સારા દેખાવા માટે, કેરિયર માટે, જોબમાં પ્રમોશન માટે કે પછી સોસાયટીમાં સ્ટેટસ માટે સ્પર્ધા. સતત બીજાથી આગળ નીકળી જવા માટે, બીજા કરતાં પોતે વધારે હોશિયાર છે એ સાબિત કરવા માટે કે પછી બીજા કરતાં પોતાનું ઈમ્પોર્ટન્સ વધારવા માટે સ્પર્ધા ચાલ્યા જ કરતી હોય છે. પછી સ્પર્ધામાંથી ઈર્ષ્યા જન્મે છે અને પાર વગરના ભોગવટા ઊભા થાય છે જેમાંથી ક્યારેક વેર પણ બંધાય છે. છેવટે આનંદ તો ઉડી જ જાય છે, ખરુંને ? મિત્રો, ઘણીવાર આપણને થાય કે સ્પર્ધા તો મને થતી જ નથી. તો આ અંક જરૂરથી વાંચજો. આ અંકમાં એક વેબ સ્ટોરીના એપિસોડ્સ દ્વારા આપણે સ્પર્ધામાં કેવી રીતે અને ક્યા કારણોથી પડીએ છીએ ? એના લક્ષણો શું હોય ? એનાથી શું નુકશાન થાય છે ? તે જાણીશું અને સાથેસાથે સ્પર્ધામાંથી કઈ રીતે બહાર નીકળી શકાય તેની પ્રેક્ટિકલ સમજણ પણ મેળવીશું. - ડિમ્પલભાઈ મહેતા