Share
વ્યુ પોઈન્ટ ડીફરન્સ BACK

મારા વ્હાલા યુવા મિત્રો, આપણે સહુ યુવાનોએ જનરેશન ગેપ ટોપિક ઉપર આધારિત અક્રમ યુથના બે અંકો [જૂન ૨૦૨૧ - મીટ સકતી હૈ યહ દૂરિયા અને જુલાઈ ૨૦૨૧ - માતા-પિતાના પોઝિટિવ]થી સુંદર સમજણ મેળવી. જે આપણને પેરેન્ટ્સ સાથેના રોજિંદા વ્યવહારમાં સુમેળ સાંધવામાં ખૂબ ઉપયોગી લાગી રહી છે. આપ સૌના પોઝિટિવ પ્રતિસાદથી પ્રેરણા લઈ, આવા જ એક ઉપયોગી વિષયને કેન્દ્રમાં રાખીને જનરેશન ગેપ – ‘વ્યુ પોઈન્ટ ડીફરન્સ’નો આ ત્રીજો અંક પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ અંકમાં આપણે પેરેન્ટ્સ અને યુથ, બન્ને જનરેશનના વ્યુ પોઈન્ટ એટલે કે દ્રષ્ટિબિંદુ કઈ રીતે અલગ હોય છે ? તે જાણીશું અને થોડીક સમજણ સેટ કરવાથી સુંદર સમાધાન મેળવવાની દિશા પણ મેળવીશું. આ સમજણરૂપી સેતુ આપણી અને પેરેન્ટ્સ વચ્ચેના જનરેશન ગેપ થકી થતી અણસમજણો અને મતભેદને દૂર કરી આપશે એવી આશા અને શુભેચ્છા સાથે.... જય સચ્ચિદાનંદ. - ડિમ્પલ મહેતા