Share
ટીમવર્ક BACK

વ્હાલા મિત્રો, ક્રિકેટ, ફુટબોલ જેવી રમતમાં જીતવું હોય કે વિશાળ પ્રોજેક્ટસ સમયસર પુરા કરવા હોય કે પછી મોટા કાર્યક્રમોના આયોજન સફળતાપૂર્વક પાર પાડવા હોય આ બધાની પાછળ એક બહુ મોટું પરિબળ કામ કરતું હોય તો તે છે ટીમવર્ક. મને ખાત્રી છે કે તમે ટીમવર્ક વિષે અવાર-નવાર સાંભળ્યું હશે જ. સાદી ભાષામાં કહીયે તો ટીમવર્ક એટલે જુદી-જુદી કુશળતા, ક્ષમતા અને અનુભવ ધરાવતી વ્યક્તિઓ દ્વારા કોઈ એક કાર્યને સફળ રીતે પૂરો કરવાનો સહિયારો પ્રયાસ. આમ લાગે છે તો સહેલું છતાં વાસ્તવમાં જયારે ટીમમાં કામ કરવાનો સમય આવ્યો હોય ત્યારે આપણી પાસે મેનેજમેન્ટના આ વિશિષ્ટ સાધનનો અસરકારક ઉપયોગ કઈ રીતે કરવો તે સંબંધીની વિગતો ન હોવાથી ધાર્યું પરિણામ ન મેળવી શકાયું હોય એવો અનુભવ તો ક્યારેક તમને થયો હશે, ખરુંને ? પણ આ અંક વાંચ્યા પછી તમને એવી મુશ્કેલી નહીં પડે કારણ કે આપણા સહુના પ્રિય એવા અક્રમ યુથના આ અંકમાં આપણે ટીમવર્ક જેવા મેનેજમેન્ટના ખુબ જ અગત્યના અને કારગર સાધનની જ વાત કરવા જઈ રહ્યા છીએ, પણ થોડી અલગ રીતે. યસ, કોન્સેપ્ટ આધુનિક મેનેજમેન્ટનો અને મૌલિક સમજણ જ્ઞાનીની. આ આગવી સમજણ તમને ન ફક્ત એક સારા ટીમ મેમ્બર પરંતુ એક સફળ ટીમ લીડર બનવામાં પણ ઉપયોગી નીવડશે એવો મને વિશ્વાસ છે. - ડિમ્પલભાઈ મહેતા