Share
મન BACK

મિત્રો, મને ભણતા-ભણતા રમવા જવાનું મન થયું, મને જમતી વખતે ટીવી જોવાનું મન થયું, મને આખો દિવસ મોબાઈલમાં ગેમ રમવાનું કે યુ-ટ્યુબમાં વિડિયો જોવાનું મન થાય છે, મને કોઈ સાથે વાત કરવાનું મન નથી થતું, વગેરે, વગેરે.. આવું તો લગભગ બધાને ક્યારેક તો થયું જ હશે. અને એક વખત મન થયા પછી આવા તો કેટલાય કામો આપણે મનનું માનીને કરતા હોઈશું, પછી ભલેને તે આપણા હિતમાં ન હોય કે ધ્યેયની વિરુદ્ધ પણ હોય, ખરુંને? તેવા પ્રસંગોમાં જાણે આપણો આખો કંટ્રોલ મન પાસે હોય એવું લાગે. કબીર જેવા સંતોએ તો કહ્યું છે કે જે વ્યક્તિ મનના કહ્યા પ્રમાણે ચાલે છે તે પોતાનું સર્વસ્વ ગુમાવે છે. મન વિષે વેદોથી લઈને, તત્ત્વવિજ્ઞાન અને આધુનિક મનોવિજ્ઞાનમાં વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમનું એવું તારણ છે કે મન જ માણસના સમગ્ર જીવનનો મુખ્ય આધાર છે. જીવનમાં ધાર્યા પરિણામ મેળવવા હોય તો મનને સ્થિર કરવા અથવા તેને વશ કરવા જેવો બીજો કોઈ ઉત્તમ ઉપાય નથી. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે મન સંબંધી પ્રવર્તમાન આ બધી માન્યતાઓ કરતા વાસ્તવિકતા તદ્દન જુદી જ છે. શું છે આ મન, જેનો માનવ જીવન ઉપર આટલો બધો પ્રભાવ છે? શું તમને મનનું વિજ્ઞાન જાણવાનું ‘મન’ થઇ ગયું છે? તો આવો, મનના સાચા સ્વરૂપને ઓળખીએ અને તેની સાથે કઈ રીતે કામ લેવું તે કળા શીખીએ અક્રમ યુથના આ અંકમાં ... જો, જો, તમારું મન બદલાય તે પહેલા વાંચી લેજો... - ડિમ્પલભાઈ મહેતા