Share
અપેક્ષા BACK

પ્રિય વાચક મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે અક્રમ યુથ મેગઝિનના માધ્યમ દ્વારા દર મહિને પ્રાપ્ત થતી સમજણરૂપી ચાવીઓ તમને મૂંઝવતી નાની-મોટી સમસ્યાઓના તાળા સહેલાઈથી ઉઘાડવામાં મદદરૂપ સાબિત થતી જ હશે. આ મહિને, આવી જ એક સોનેરી ચાવી લઈને ફરી આવ્યો છે અક્રમ યુથનો નવો અંક જેનો વિષય છે 'અપેક્ષા' શબ્દ તો બહુ સાદો છે અને આપણા સહુના જીવન વ્યવહારમાં સાહજિક રીતે જ વણાયેલો છે. આપણે સતત કશાકની અપેક્ષા રાખીએ છીએ અને કોઈકની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. સવારે ઉઠ્યા ત્યારથી લઈને રાત્રે સુતા સુધી માતા-પિતા, મિત્રો, ભાઈ-બહેન, ટીચર્સ, ચીજ-વસ્તુઓ, વગેરે-વગેરે સાથે આપણી કઈંક ને કંઈક અપેક્ષા જોડાયેલી હોય છે અને જો આપણી અપેક્ષા પ્રમાણે ન બને તો દુ:ખી થતા હોઈએ છીએ. પ્રસ્તુત અંકમાં સંકલિત કરવામાં આવેલી સમજણને આવા દરેક પ્રસંગમાં જો હાજર રાખવામાં આવે તો તમે હંમેશા સુખમાં અને આનંદમાં રહી શકશો એવી ‘અપેક્ષા’, સોરી,,, આશા રાખવામાં મને જરાય અજુગતું નથી લાગતું. જય સચ્ચિદાનંદ !!! - ડિમ્પલભાઈ મહેતા