Share
લોકો શું કહેશે ? BACK

વ્હાલા વાચક મિત્રો, જીવનમાં ક્યારેક એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને દ્વિધામાં મૂકી દે અને પ્રશ્નો ઊભા થાય કે શું હું જે કરી રહ્યો છું તે બરાબર તો છે ને ? મારી કંઈ ભૂલ તો થતી નથી ને ? મેં જે ફિલ્ડ પસંદ કર્યું છે તેમાં હું સફળ નહીં થાઉં તો ? હું જે કરી રહ્યો છું તે મને દુનિયાથી અલગ તો નહીં પાડી દે ને ? આવું તો ઘણું બધું ચાલતું હોય છે, ખાસ કરીને તમારા જેવી યુવાન વયમાં. આ બધા પ્રશ્નોના મૂળમાં શું હોય છે જાણો છો ? નહીં ને ? તો ચાલો, હું તમને જણાવું. આ બધાના મૂળમાં હોય છે એક જ ડર, "લોકો શું કહેશે ?"... હિન્દીમાં કહીએ તો "લોગ ક્યા કહેંગે ?" પણ મિત્રો, જો લગભગ બધા જ મહાન પુરુષોના જીવનચરિત્ર વાંચશો ને તો તેમાં એક ખૂબી તો તમને એ બધામાં સરખી જ જોવા મળશે. એ ખૂબી છે - તેઓએ પોતાના ધ્યેય સિદ્ધ કરવાના દ્રઢ નિશ્ચય સાથે પુરુષાર્થ કર્યો. જો "લોગ ક્યા કહેંગે ?" ને પ્રાધાન્ય આપ્યું હોત ને તો તેઓ ક્યારેય જીવનમાં સફળ ન થયા હોત. "લોગ ક્યા કહેંગે ?" નામના કાલ્પનિક ભયથી મુક્ત બની, જીવનમાં પોતાના ધ્યેય પ્રમાણે ચાલી શકાય તે માટે અક્રમ યુથનો આ અંક તમારા માટે એક મોટો આધારસ્તંભ બની યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે એવો મને વિશ્વાસ છે. - ડિમ્પલભાઈ મહેતા