Share
આજના યુવાનો BACK

આજનો યુવાન એટલે કોઈપણ દેશ કે સમાજની આવતીકાલ ! યુવાવર્ગ એ સમાજના વિકાસ, બદલાવ અને ભવિષ્યનો પર્યાય છે. જેટલી યુવાપેઢી મજબૂત હશે, તેટલા જ ભવિષ્યની ઈમારતના પાયા મજબૂત બનશે. આ કાળમાં કેટલાય યુવાનો દુનિયા માટે પ્રેરણારૂપ જીવન જીવી રહ્યા છે. પણ બીજી બાજુ, ઘણાખરા યુવાનો યોગ્ય સમજણ અને માર્ગદર્શનના અભાવે વ્યસન, કુસંગ અને મોહથી ભરેલા વાતાવરણમાં ગરકી અંતે દુઃખ અને હતાશાનો શિકાર બની રહ્યા છે. યુવા શક્તિ જો અવળી દિશામાં ફંટાય તો તેનું ભયંકર પરિણામ નોતરે છે, પણ જો એ જ શક્તિ, સાચી દિશામાં વાળવામાં આવે તો અદ્ ભુત પરિણામ સર્જી શકે છે. તો એવી કઈ સમજણ છે જેનાથી આજનો યુવાવર્ગ પોતાની પ્રતિભા અને ક્ષમતાને ઓળખી તેને સાચી દિશામાં વાળી શકે ? પોતાની નબળાઈનો સ્વીકાર કરી એમાંથી બહાર નીકળી શકે ? કોઈપણ પરિસ્થિતિમાં ડગે નહીં એવો મજબૂત બની શકે ? એ તમામ સમજણ આ પ્રસ્તુત અંકમાં વણી લેવામાં આવી છે. એટલું જ નહીં, આજના યુવાનો માટે ખાસ આ મહિનાથી ત્રણ અંકોની શૃંખલા શરુ થઈ રહી છે. આશા છે કે આ શ્રેણી, સહુને એક નવો દ્રષ્ટિકોણ આપશે અને એક મજબૂત યુવાપેઢીના નિર્માણ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. - ડિમ્પલભાઈ મહેતા