Share

Previous
Question 13
Next

13) ઘણીવાર ઘણા કામ લોકો શું કહેશે એવા ડરથી નથી કરી શકાતું. તો મારે આ ડરમાથી બહાર નીકળવા શું કરવું જોઈએ ?

તમારે આવો ડર ન રાખવો જોઈએ. જ્યારે તમે કોઈને કઈ દુ:ખ પહોચાડવાં માંગતા નથી તો કોઈનાથી શા માટે તમારે ડરવું જોઈએ? ઉપરાંત જ્યારે તમે કઈ ખોટું કરવા માંગતા નથી કે કોઇની કઈ ચોરી કરવા માંગતા નથી, તો શા માટે તમારે લોકોથી ડરવું જોઈએ? જ્યાં સુધી તમારી અંદર આવો ડર રહે છે ત્યાં સુધી તમે લોકો દ્રારા ભોગ બન્યા કરશો. દાદા કહે છે, “ડર રાખવો જ હોય તો ખોટા કામ કરવાનો અને બીજાને દુ:ખ પહોચી ન જાય તેનો ડર રાખવો જોઈએ.” જો કોઈ તમારા પૈસા ચોરે તે તમને ના ગમતું હોય, તો તમારે પણ કોઈની ચોરી ના કરવી જોઈએ. તમે જે કઈ કરો છો તેને ઘણા લોકો માન્ય રાખશે અને ઘણા લોકો એમાં સહમત ન પણ થાય. જો કોઈ તમને એમ કહે કે તમને તો કશું આવડતું જ નથી, અને ખરાબ લગાડી તમે એ કામમાંથી હટી જાવ તો તમે ક્યારે પ્રગતિ કરશો? ખરેખર, તમારે તો સામેની વ્યક્તિનો અભિપ્રાય જાણવો જોઈએ. અને તમારું મંતવ્ય એને સમજાવી એની સહમતી લેવી જોઈએ કે, તમે શું કરવા માંગો છો. તમે તમારી વિશેષતાઓ અને ઉણપોને જાણી, એ મુજબ આયોજન કરશો તો તમે ચોક્કસ પ્રગતિ કરી શકશો, પણ જો તમે ડરપોક જ રહેશો તો તમે સાવ અટકી જશો.

13) Ghani vaar ghana kaam loko shu kehshe eva darr thi nathi kari shakatu, to mare aa darr mathi bahar nikadva shu karvu joiye?

Tamare avo darr na rakhvo joiye. Jyare tame koi ne dukh pahochadva mangta nathi to koi na thi sha mate tamare darvu joiye? Uprant jyare tame kai khotu karva nathi mangta ke koi ni kai chori karva mangta nathi, to sha mate tamare loko thi darvu joiye? Jya sudhi tamari andar avo darr rahe che tya sudhi tame loko dhvara bhog banya karsho. Dada kahe che “darr rakhvo j hoi to khota kaam karvano ane bija ne dukh pahochi na jai teno darr rakhvo joiye.” Jo koi tamara paisa chore to tamne na gamtu hoi to tamare pan koi ni chori na karvi joiye. Tame je kai karo cho tene ghana loko manya rakhse ane ghana loko ema sehmat na pan thai. Jo koi tamne em kahe ke tamne to kashu avadtu j nathi ane kharab  lagadi tame ee kaam mathi hati jao to tame kyare pragati karsho? Kharekhar, tamare to same ni vyakti no abhipray janvo joiye, ane tamaru mantavya ene samjavi eni sehmati levi joiye ke tame shu karva mango cho. Tame tamari visheshtao ane unapo ne jani ee mujab aayojan karsho to tame chokkas pragati kari shakso,pan jo tame darpok j rehsho to tame saav atki jasho.

13) Many a times I am unable to do things that I like to do, out of fear of what people might say. What should I do to overcome the fear?

Ans: You should not have any such fear. Who should you be afraid of and why, when you don’t want to hurt anybody? Besides, when you don’t want to do anything neither wrong nor wish to steal, then why should you be afraid of people? Dada says, ‘The only fear one should have, is the fear of doing wrong deeds or hurting others’. You should avoid doing that to others which you would not like to be done to you. For example, if you don’t like anybody stealing your money, then you too should avoid stealing. Some people might approve of what you have to say or suggest, while others may not. If someone tells you ‘you are incompetent’ and you tend to withdraw from that activity, then when will you make progress? Instead you should listen to that person’s view and put across your own view so as to convince that person of the righteousness of your activity and why you are doing it. You can always progress if you know your own strengths and weaknesses and plan accordingly. But if you remain fearful, then you will simply falter


Previous   Next