26-Nov-22 | Walk N Informal with Pujyashree | Surat YMHT

26-Nov-22 | Walk N Informal with Pujyashree | Surat YMHT

Click to view Full Album

 

Date: 26-Nov-22
Center: Surat
Sub-Center: All

Topic: Walk and Informal with Pujyashree
Total Ymht Count: 160+ (13-21 aged Boys & Girls)

GNC Care team plus Coord & Helper: 40+

 

DETAILED REPORT:

પ્લાનિંગ: કેર ટીમ સુરત માંથી મેસેસ આવ્યો કે તમારે યુથ ને પૂજ્ય શ્રી સાથે મોર્નિંગ વોક નું આયોજન કરવાનું છે, ત્યાર બાદ કોલ confernce મા GNC કેર (ભાઈઓ અને બહેનો સાથે એક શોર્ટ મીટીંગ થઈ અને બેઝિક પ્લાનિંગ થયું અને એક ગાર્ડન ની જગ્યા નક્કી થઈ અને નક્કી કર્યું કે 13 થી 21 વર્ષ ના Y મા આવતા હોય અથવા તો મહાત્મા કે નોન મહાત્મા ના ભાઈઓ બહેનો આમાં રજિસ્ટ્રેશન કરાવી શકે

રજિસ્ટ્રેશન: રજિસ્ટ્રેશન માટે ગૂગલ લિંક બનાવી, અંદર દરેક સૂચનાઓ લખી અને બાળકો ની બેઝિક ઇન્ફોર્મેશન માટે ના ઓપ્શન નાખ્યા. અને ડ્રેસ કોડ વ્હાઇટ શર્ટ /ટીશર્ટ /કુરતી અને બ્લૅક પેન્ટ /ટ્રેક પેન્ટ, યૂથ અને સેવાર્થી માટે રાખ્યું

સ્થળ: સ્થળ ઉપર પ્લાનિંગ માટે અમે જે દિવસે (શનિવાર) પૂજ્ય શ્રી સાથે વોક હતું એના આગળ ના શનિવારે તેજ ટાઇમ વિઝિટ કરી ત્યાંનું વાતાવરણ, સામાન્ય પબ્લિક નો ઘસારો તેમજ ત્યાંની ચોખ્ખાઇ, ક્યાં કેટલો ક્યાં ટાઇમે કેટલો તડકો આવેશે જેથી વોક પત્યા પછી પૂજ્ય શ્રી ના નાસ્તા કરવાનું અને ઇન્ફોર્મલ સત્સંગ માટે ની જગ્યા નક્કી કરી શકાય. પાર્કીંગ વ્યવસ્થા તેમજ વાલીઓ મુકવા આવે ત્યારે તેમને કઈ જગ્યાએ બેસવા ની વ્યવસ્થા કરી શકાય, કારણ કે વાલીઓ ને આમાં ભાગ લેવાની મનાઈ હતી.

પ્રોપર્ટી: પૂજ્ય શ્રી માટે નાસ્તા માટે ટેબલ, ટેબલ ક્લોથ, ખુરશી, ડિમ્પલભાઈ માટે ખુરશી તેમજ પૂજ્ય શ્રી માટે છત્રી, યૂથ ને બેસવા માટે ના પાથરણા, સાઉન્ડ સિસ્ટમ, રજિસ્ટ્રેશન ટેબલ, રજિસ્ટ્રેશન શીટ, નાસ્તો, જ્યુસ, પાણી, નાસ્તો દેવા માટે ટેબલ, નાસ્તો, પેપર ડિશ, પાણી ના ગ્લાસ, ગાર બેગ,પીવા માટે પાણી

ટીમ અને કામની વહેંચણી:

  1. રજિસ્ટ્રેશન ટીમ
  2. સાઉન્ડ ટીમ
  3. નાસ્તા માટે ની ટીમ
  4. વોક વે ટીમ.
  5. સીટિંગ એરેન્જમેન્ટ ટીમ
  6. ઇમરજન્સી વર્ક ટીમ

વોક એરિયા પ્લાનિંગ: બધાજ સેવાર્થી ભાઈઓ બહેનો ને 7 વાગ્યે બોલાવ્યા અને પ્રોપર રિહર્સલ કર્યું અને બધાને વર્ક ની ફાળવણી કરી,અને આખા વોક ટ્રેક ઉપર સેવાર્થી ભાઈઓ અને બહેનો ને અમુક અમુક અંતરે ઉભા રાખ્યા 7:30 વાગ્યે બાળકો ને બોલાવ્યા અને સૂચના આપી કે એક રાઉંડ ભાઈઓ પૂજ્ય શ્રી પાછળ ચાલ છે અને બીજો રાઉંડ બહેનો પાછળ ચાલ છે અને ચાર ચાર ની પેર બનાવી ને, અને ત્યાર બાદ બેસવા માટે ની જગ્યા બતાવી દીધી હતી અને આખા પ્રોગ્રામ ની માહિતી અને સૂચના અગાઉ જ આપી હતી, અને આમા 21+ભાઈઓ જુના YMHTians ની સેવા લીધી

કાર્યક્રમ ની વિગત: પૂજ્ય શ્રી સવારે 8:30 વાગ્યે આવ્યા બધાએ વેલકમ કર્યું, ત્યાર બાદ 20 મિનિટ વોક કર્યું, , ત્યાર બાદ પૂજ્ય શ્રી એ યુથ સાથે નાસ્તો કર્યો,અને 20 મિનિટ જેવો સત્સંગ, સાથે ગપ્પા સત્સંગ કર્યો અને પૂજ્ય શ્રી એ ત્યાંથી વિદાય લીધી અને ત્યાર બાદ બધા વાલીઓ ને નાસ્તો કરાવ્યો, ખૂબ ખૂબ બધાને મઝા આવી

અમારી ભૂલો: એક ટોપી (કેપ) સારી ક્વોલિટી ની બનાવી એ અને તેના 100 રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ રાખ્યો હતો પરંતુ પછી બધા નું એવું આવ્યું કે પૂજ્ય શ્રી સાથે વોક કરવા નો કોઈ ચાર્જ ના હોય, ને પછી થી અમે ફ્રી રજિસ્ટ્રેશન કરી નાખ્યું હતું.

ઉપલબ્ધિ: પૂજ્ય શ્રી સાથે જ્યારે મેઇન કેર, Mmht, wmht કેર ટીમ, GNC કેર ટીમ ની મીટીંગ હતી ત્યારે પૂજ્ય શ્રી અને ડિમ્પલભાઈ એ આપણા ઈવેન્ટ ના ખૂબ વખાણ કર્યા કે આપણાં યૂથ સાથે ના વોક મા એક એક વસ્તુ નું પ્લાનિંગ થી લઈ ને વ્યવસ્થા ખૂબ સારી હતી, અને સાવ સ્મુથ  કાર્યક્રમ હતો, પૂજ્ય શ્રી નો વિશેષ રાજીપો હતો